મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

Posts Tagged ‘smile

અધૂરું જ્ઞાન

with 4 comments

મારો એક મિત્ર મુંબઈમાં સોફ્ટવેર એન્જીનીઅર છે. સાથે સાથે એ ઉત્સાહી જીવડું આજુબાજુ વાળા ને હિન્દી બોલતા પણ શીખવાડે છે. (ના આવડતું હોય તો)

તેના બ્રેકફાસ્ટ મિત્રોએ એક દિવસ તેના એક ‘શિષ્ય’ ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. હવે બિચારો શિષ્ય એક અઠવાડિયા થી જ હિન્દી શીખતો હતો. અને કોઈ પણ વિષય પર બોલવાનું કહેતા, તેનાથી આવું એક વાક્ય બહાર આવી ગયું.

“दिव्या भारती की ख़ुदकुशी की गयी थी | ”

જોકે આ વાત બહુ પહેલાની છે અને હવે કદાચ શિષ્ય પારંગત થઇ ગયો હોય તો કહેવાય નહિ. આશા રાખું કે તેને હજી આ ગુજરાતી બ્લોગ વાંચતા નહિ આવડતું હોય 🙂

Advertisements

Written by IG

ઓગસ્ટ 15, 2010 at 2:24 પી એમ(pm)

આવા કોઈ સોફ્ટવેર એન્જીનીયર ને ઓળખો છો ?

with one comment

જે કોઈ પ્રોગ્રામ નો કોડ જોઈ ને બોલે કે “આ તો ખુબ સરસ structured કોડ છે. આટલી સરસ રીતે લખેલો છે. ઘડીક માં ડિબગ થઇ જશે.”

થોડાક દિવસો પેલા ક્યાંક વાંચેલું, આજે અચાનક યાદ આવી ગયું 🙂

 

સુધારો : અરે ભાઈ, યાદ આવી ગયું. આ વિનય ખત્રી ના ફન એન જ્ઞાન પર થી વાંચેલું છે. વધુ અહી વાંચો.  ધ્યાન દોરવા બદલ ધન્યવાદ વિનય.

Written by IG

ઓગસ્ટ 26, 2009 at 9:30 પી એમ(pm)

આવું કેમ!

leave a comment »

આપણે શા માટે રીમોટ ના બટન જોરથી દબાવીએ છીએ જયારે, આપણને ખબર હોય છે કે બેટરી બદલાવવી પડે તેમ છે?

ટારઝન ને દાઢી કેમ નથી હોતી? એકદમ ક્લીન શેવ્ડ!

એવું શા માટે કે સુપરમેન બંદુક ની ગોળીઓ ને પોતાની છાતી થી રોકી શકે પણ જો વિલન બંદુકનો જ ઘા કરે તો સુપરમેન બચવા માટે નમી જાય?

 જો મનુષ્ય વાંદરામાં થી આવ્યા હોય તો અત્યારે વાંદરાઓ કેમ છે?

 લોકો હંમેશા ફ્રીજ પાસે વારંવાર એવી આશા સાથે કેમ જાય છે કે તેમણે છેલ્લે જોયું હશે એ પછી જાતે જ ફ્રીજ માં કશુક આવી ગયું હશે?

 આપણે સાસુ વહુ ના જોક તો બહુ સંભાળીએ પણ સસરા-જમાઈ ના જોક કેમ નથી સંભાળવા મળતા?

આવું કેમ!

Written by IG

જુલાઇ 2, 2009 at 4:59 પી એમ(pm)

ચશ્માં દાન

leave a comment »

થોડા સમય પહેલા, મારી સાથે કામ કરતા એક બહેનને “આંખો નુ દાન” કરવાની ઇચ્છા થઇ. હુ તેમને એક આંખની હોસ્પિટલમા લઈ ગયો. ત્યા જઈને તપાસ કરતા માલુમ પડ્યુ કે પહેલા ફક્ત ફોર્મ ભરીને આપવાનુ હતુ અને પછી એ લોકો આપણો કોન્ટેકટ કરે. 

મારી સાથેના બહેને ફોર્મ ભરવાનુ શરુ કર્યુ.

 નર્સે મને પૂછ્યુ, “તમે પણ ફોર્મ ભરશો?”

 મને પુછવાનુ મન થયુ કે “મારે મારી આંખોનુ દાન કરવુ હોય તો ચશ્માનુ દાન પણ કરવુ પડે!?”

Written by IG

મે 20, 2009 at 3:19 પી એમ(pm)

એક અઘરો ટુચકો !

leave a comment »

એક વખત એક જીવવિજ્ઞાની, એક ભૌતિકવિજ્ઞાની અને એક ગણિતશાસ્ત્રી એક ચાની દૂકાને બેઠા હતા અને સામે રહેલા એક મકાનમાંથી આવતા-જતા લોકોને નિરખી રહ્યા હતા. સૌપ્રથમ બે માણસો મકાનમા દાખલ થયા.

થોડો સમય પસાર થયો.
હવે મકાનમાથી ત્રણ માણસો બહાર આવ્યા.
આ જોઇને ભૌતિકવિજ્ઞાની બોલ્યો, “આપણા માપ-તોલ મા કઈક ભૂલ છે.”
જીવવિજ્ઞાની બોલ્યો, “તેઓ જરુર વંશવ્રુધ્ધિ પામ્યા હશે.”
અને ગણિતશાસ્ત્રી બોલ્યો, “જો હવે એક માણસ આ મકાનમા દાખલ થશે, તો મકાન ખાલી થઇ જશે.”

નોંધઃ- ટુચકો પુરો.
સોર્સઃ- એક ફોરવર્ડ મેઇલ!

Written by IG

માર્ચ 18, 2009 at 2:10 પી એમ(pm)

એક કંટાળાજનક સવાલ

with 5 comments

રવિવારનો બપોર પછીનો સમય. અઠવાડિયાની દોડધામ પછી બપોરે ભરપેટ જમીને વામકુક્ષી કર્યા પછી ચા પીવાનો સમય.

મોબાઈલ ની રીંગ વાગી.

 “અરે ભાઈ, તારી પાસે ફલાણિ બુક છે?” એ બોલ્યો.

“ના દોસ્ત. નથી.”હુ બોલ્યો.

“અચ્છા. નથી એમ.” પ્રશ્ર્નાર્થ વગરનુ વાક્ય એ બોલ્યો.

 

પછી આવ્યો મોબાઈલ પર નો મારો સૌથી કંટાળાજનક સવાલ.

“બાકી, શૂ ચાલે છે?”

 

એવુ નહોતુ કે એણે મને મહિના-બે મહિના પછી ફોન કર્યો હતો, જે આ સવાલને વ્યાજબી બનાવી શક્યો હોત. અમે તો હજી એક દિવસ પહેલા જ વાત કરી હતી, જેમા એણે મારા અને મે એના “બાકી, શૂ ચાલે છે?” ના જવાબો આપ્યા હતા!!

.

Written by IG

ફેબ્રુવારી 23, 2009 at 2:47 પી એમ(pm)