મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

Posts Tagged ‘places

ચીન ની મહાન દીવાલ

with 5 comments

A sign board declaring the wall as a wonder of modern world.

ગયા અઠવાડિયે વિશ્વ ની અજાયબીઓમાં થી એક ને જોવા નો મોકો મળ્યો. ત્રણ દિવસ માટે ચાઈનાના પાટનગર

બેઇજીંગ ફરવાનો પ્રોગ્રામ બનાવી લીધો. નાનજીંગ થી રાત્રે ચાઈનાની CRH ટ્રેઈનમાં બેસીને ૧૧૫૩ કિલોમીટરનું અંતર ફક્ત ૮ કલાક માં કાપી ને વહેલી સવારે બેઇજીંગ પહોચી ગયા.

પહેલા જ દિવસે સૌથી પહેલા ચીન ની મહાન દીવાલ જોવાનું નક્કી કર્યું.  બદાલીંગ(Badaling) નામ થી ઓળખાતી જગ્યા પ્રવાસીઓમાં વધુ પ્રસિદ્ધ છે. બેઇજીંગ મેઈન સીટીથી આ જગ્યા લગભગ ૮૦ કિલોમીટર દુર છે. કલાક-સવા કલાક ની બસ સફર પછી ત્યાં પહોચ્યા અને ઉતરીને દુર થી જ પેલા તો દીવાલ જોઈ લીધી.

તાપમાન નો પારો શૂન્ય ની આસપાસ હતો અને ખાસ્સો પવન પણ હતો, છતાં અમારા આશ્ચર્ય વચ્ચે મોટી સંખ્યા માં અમારી જેવા મુલાકાતીઓ હતા.

ચીન ની દીવાલ વિષે મને નાનપણ થી એક સવાલ હતો કે, ચીન ની દીવાલ ને “મહાન દીવાલ” કેમ કહેવાય છે. બહુ લાંબી છે તો “લાંબી દીવાલ” કે “મોટી દીવાલ” કેમ નથી કહેતા, અને મહાન જ શા માટે. કદાચ શબ્દો માં સમજાવવું અઘરું છે પણ ત્યાં દીવાલ પર ઉભા રહી ને, લગભગ બે કાર સાથે ચાલી શકે તેટલી પહોળીઅને બંને બાજુ નજર પણ ના આંબે ત્યાં સુધી  લંબાતી દીવાલ જોઈને થયું કે કદાચ “મહાન” જ વધુ યોગ્ય શબ્દ છે.

બાકીના બે દિવસો માં બેઇજીંગ માં ટાઈનામેન સ્ક્વેર, ફોરબીડન સીટી, ટેમ્પલ ઓફ હેવન, સમર પેલેસ, ૨૦૦૮ નું ફેમસ ઓલિમ્પિક સ્ટેડીયમ, અને સિલ્ક માર્કેટ ફર્યા. ચાઈનાના બાકી શહેરો કરતા અહી વધારે લોકો અંગ્રેજી બોલે અને સમજે છે. કોઈ ને પણ રસ્તો પૂછો તો out of way જઈને પણ તમને મદદ કરશે. મેટ્રો ટ્રેઈન નું નેટવર્ક જબરદસ્ત છે. અમે ફક્ત બે અજાણ્યા હોવા છતાં ખુબ જ આરામ થી બધી જગ્યાએ ફરી શક્યા.

Great wall of China

Great wall of China from one of the top pillar

Snow around the great wall

માળું સારુ, આ જગ્યાએ જઈને હવે તો એક નવી “ખ્વાહીશ” જાગી છે, બાકી ની વિશ્વની અજાયબીઓ જોવાની !

Advertisements

Written by IG

માર્ચ 14, 2010 at 9:45 એ એમ (am)