મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

Posts Tagged ‘bangalore

સવાર સવાર માં

with 3 comments

એવું નો માનતા કે હું નાવાનો ચોર છું. કે મને ચોક્ખાઈ નથી ગમતી. પણ ભલા માણસ, નવેમ્બર મહિના માં, બેંગલોર જેવા સીટી માં સવાર સવાર માં તમે ઠંડુ પાણી રેડી દ્યો એટલે કઈ મજાક ની વાત છે હે ?
જરાક વિચારવું તો જોય ને સામાવાળાનું. આ તો બસ હું કઈ બોલી ના શકું એટલે તમને ગમે ઈ કરવાનું એમ ? દેડકા ને જીવ જાય ને કાગડા ને રમત થાય.
મારે નથી રેવું આયા. મોકલી દ્યો મને પાછો મારે ગામડે , ન્યા હું ભલો ને તળાવ નું પાણી ભલું.હા બાપા હા , આ ફોટા માં છું એજ હું બોલું છું.  હવે મને ને આ બાજુવાળા ને હેઠા ઉતારવા કે ?

Advertisements

Written by IG

નવેમ્બર 26, 2011 at 6:22 પી એમ(pm)

કર્મભૂમિ બેન્ગલુરૂ

with 4 comments

આમ તો બેન્ગલુરૂ માં આવ્યાને સાડા ત્રણ વરસ વીતી ગયા છે. પણ હવે આ ગુજરાતી બ્લોગ માં પણ નિયમિત લખવા માટે કોઈ વિષય ની જરૂર હતી અને કર્મભૂમિ બેન્ગલૂરૂ થી જ શરૂઆત કરવી એના જેવું શુભ શું?
આપણે કશી નવી જગ્યાએ જઈએ ત્યારે આપણા થી તે નવી જગ્યા અને આપણી જગ્યા વચ્ચે સરખામણી થઇ જ જાય છે. તો જોઈએ બેન્ગલૂરૂ માં મને શું જાણવા મળ્યું!

૧) વરસાદ. કોઈ પણ સમયે શરુ થઇ જાય. તમે ઘરે થી નીકળો ત્યારે તડકો હોય અને હજી તો તમે રસ્તા માં અડધે પહોચ્યા હોવ ત્યાં તો વરસાદ શરુ થઇ ગયો હોય. પાછું પંદર વીસ મિનીટ માં તો શાંત પણ પડી જાય. સોફ્ટવેર એન્જીનીર થી ભરાઈ પડેલા બેન્ગલૂરૂ માં છત્રીઓ તો ઓછી જોવા મળે પણ વરસાદથી બચાવે તેવા જેકેટ તો સૌની પાસે હોય જ.

૨) બેન્ગલૂરૂ “ગાર્ડન સીટી” કહેવાય છે એટલે બગીચાઓ તો ઘણા જોવા મળે. પણ મોટા ભાગ ની જગ્યા એ ઘાસ પર બેસવાની મનાયી હોય છે. અને રાત્રે બગીચાઓ બંધ હોય છે, એટલે જમ્યા પછી ચાલવું હોય તો રોડ પર જ ચાલવું પડે.

૩) બેન્ગલૂરૂ માં સીટી બસ માં સ્ત્રીઓ પણ કંડાક્તર હોય છે. બસમાં સ્ત્રીઓ માટે આગળ ના ભાગ માં આરક્ષિત સીટ હોય છે, જો કોઈ પુરુષ બેસી જાય અને કોઈ સ્ત્રી આવે તો ઊભું થવું પડે!

૪) બે પ્રકાર ની દુકાનો બહુ છે: ફળો ના રસની અને દારૂની.

૫)  પરમ્પરાગત કુટુંબો દરરોજ સવારે ઘર ની બહાર સાદી તો સાદી પણ રંગોળી જરૂર કરે છે.

૬) અહી ના લોકો ભેટ સોગાદ કે કોઈ પણ વસ્તુ આપતી વખતે જમણા હાથ નો ઉપયોગ કરે છે અને આપણે પણ કરવો જોઈએ.

૭)  જે નામ “ત” કે “દ” થી પૂરું થતું હોય, તેની પાછળ લોકો “હ” લગાડી દે છે. જેમ કે મારું નામ નવનીથ થાય!

૮) જો તમે બેન્ગલૂરૂ માં પોતાના વાહન થી સફર કરવાના હોય તો આવવા અને જવા ના બંને રસ્તા માલુમ કરી લેવા કેમ કે મોટા ભાગ ના રસ્તાઓ વન-વે છે. જે રસ્તે આગળ જાવ તે રસ્તે પાછું ના અવાય!

Written by IG

જુલાઇ 3, 2009 at 3:18 પી એમ(pm)