મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

Posts Tagged ‘મિત્રો

અધૂરું જ્ઞાન

with 4 comments

મારો એક મિત્ર મુંબઈમાં સોફ્ટવેર એન્જીનીઅર છે. સાથે સાથે એ ઉત્સાહી જીવડું આજુબાજુ વાળા ને હિન્દી બોલતા પણ શીખવાડે છે. (ના આવડતું હોય તો)

તેના બ્રેકફાસ્ટ મિત્રોએ એક દિવસ તેના એક ‘શિષ્ય’ ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. હવે બિચારો શિષ્ય એક અઠવાડિયા થી જ હિન્દી શીખતો હતો. અને કોઈ પણ વિષય પર બોલવાનું કહેતા, તેનાથી આવું એક વાક્ય બહાર આવી ગયું.

“दिव्या भारती की ख़ुदकुशी की गयी थी | ”

જોકે આ વાત બહુ પહેલાની છે અને હવે કદાચ શિષ્ય પારંગત થઇ ગયો હોય તો કહેવાય નહિ. આશા રાખું કે તેને હજી આ ગુજરાતી બ્લોગ વાંચતા નહિ આવડતું હોય 🙂

Advertisements

Written by IG

ઓગસ્ટ 15, 2010 at 2:24 પી એમ(pm)

એક કંટાળાજનક સવાલ

with 5 comments

રવિવારનો બપોર પછીનો સમય. અઠવાડિયાની દોડધામ પછી બપોરે ભરપેટ જમીને વામકુક્ષી કર્યા પછી ચા પીવાનો સમય.

મોબાઈલ ની રીંગ વાગી.

 “અરે ભાઈ, તારી પાસે ફલાણિ બુક છે?” એ બોલ્યો.

“ના દોસ્ત. નથી.”હુ બોલ્યો.

“અચ્છા. નથી એમ.” પ્રશ્ર્નાર્થ વગરનુ વાક્ય એ બોલ્યો.

 

પછી આવ્યો મોબાઈલ પર નો મારો સૌથી કંટાળાજનક સવાલ.

“બાકી, શૂ ચાલે છે?”

 

એવુ નહોતુ કે એણે મને મહિના-બે મહિના પછી ફોન કર્યો હતો, જે આ સવાલને વ્યાજબી બનાવી શક્યો હોત. અમે તો હજી એક દિવસ પહેલા જ વાત કરી હતી, જેમા એણે મારા અને મે એના “બાકી, શૂ ચાલે છે?” ના જવાબો આપ્યા હતા!!

.

Written by IG

ફેબ્રુવારી 23, 2009 at 2:47 પી એમ(pm)