મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

Posts Tagged ‘પ્રસંગો

ઘરમાં જ હસ્યા!

with 3 comments

 

એક દિવસ વેકેશનમા અમે બધા આરામથી હિંચકે બેઠા હતા. પપ્પા મને અને મારી નાની બહેનને થોડિઘણી સલાહ-સુચનો આપતા હતા. મારી દોઢ ડાહી બહેન કારણ વગર સામે દલિલો કરતી હતી. પપ્પાએ આખરે કંટાળીને કિધુ, “મે તારા કરતા વધારે દિવાળી જોઈ છે.”

બહેને થોડીક વાર વિચારીને કિધુ, “તમે મારા કરતા વધારે દિવાળી જોઈ હશે, પણ મે તમારા કરતા વધારે ફટાકડા ફોડ્યા છે.”

પપ્પા બિચારા શુ બોલે ?
—————–

મને જેટલુ દૂધ ભાવ છે એટલૂ મારી બહેનને નથી ભાવતુ. મેડિકલના થોથા વાંચવા માટે જ્યારે તે સવારે વહેલી ઊઠે ત્યારે મમ્મી એક મોટો ગ્લાસ ભરીને દૂધ આપે અને બહેનને તે ભાવે નહિ.

એક આવી જ સવારે બહેને મમ્મીને કિધુ(એકદમ ફિલ્મી સ્ટાઈલમા), “મમ્મી, આ દૂધ પીવાથી કોને ફાયદો થવાનો છે?”

“બચુભાઈનો”, મમ્મીનો જવાબ તૈયાર જ હતો.

બહેન બિચારી શુ બોલે ?

——————
શનિવારની ઢળતી બપોર હતી અને મે ચા બનાવી. ચાનો પાવડર અમે થોડા સમય પહેલા ઊટાકામંડલમ (ઊટી) ફરવા ગયા હતા ત્યાંથી ખરીદેલો હતો. ચા અને થોડોક બીજો નાસ્તો તૈયાર રાખી મે પૂર્વિને બોલાવી.
જેવો એણે ચાનો પહેલો ઘુંટડો ભર્યો કે મે કિધુ, “આ ચા ઊટીથી આવી છે.” એવી આશા સાથેકે હમણા મારી બનાવેલી ચાના વખાણ સાંભળવા મળશે.

” એમ, હજી સુધી ગરમ છે.”

હુ બિચારો શુ બોલુ ?

Advertisements

Written by IG

નવેમ્બર 14, 2008 at 3:02 પી એમ(pm)

Posted in Uncategorized

Tagged with