મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

ચીન ની મહાન દીવાલ

with 5 comments

A sign board declaring the wall as a wonder of modern world.

ગયા અઠવાડિયે વિશ્વ ની અજાયબીઓમાં થી એક ને જોવા નો મોકો મળ્યો. ત્રણ દિવસ માટે ચાઈનાના પાટનગર

બેઇજીંગ ફરવાનો પ્રોગ્રામ બનાવી લીધો. નાનજીંગ થી રાત્રે ચાઈનાની CRH ટ્રેઈનમાં બેસીને ૧૧૫૩ કિલોમીટરનું અંતર ફક્ત ૮ કલાક માં કાપી ને વહેલી સવારે બેઇજીંગ પહોચી ગયા.

પહેલા જ દિવસે સૌથી પહેલા ચીન ની મહાન દીવાલ જોવાનું નક્કી કર્યું.  બદાલીંગ(Badaling) નામ થી ઓળખાતી જગ્યા પ્રવાસીઓમાં વધુ પ્રસિદ્ધ છે. બેઇજીંગ મેઈન સીટીથી આ જગ્યા લગભગ ૮૦ કિલોમીટર દુર છે. કલાક-સવા કલાક ની બસ સફર પછી ત્યાં પહોચ્યા અને ઉતરીને દુર થી જ પેલા તો દીવાલ જોઈ લીધી.

તાપમાન નો પારો શૂન્ય ની આસપાસ હતો અને ખાસ્સો પવન પણ હતો, છતાં અમારા આશ્ચર્ય વચ્ચે મોટી સંખ્યા માં અમારી જેવા મુલાકાતીઓ હતા.

ચીન ની દીવાલ વિષે મને નાનપણ થી એક સવાલ હતો કે, ચીન ની દીવાલ ને “મહાન દીવાલ” કેમ કહેવાય છે. બહુ લાંબી છે તો “લાંબી દીવાલ” કે “મોટી દીવાલ” કેમ નથી કહેતા, અને મહાન જ શા માટે. કદાચ શબ્દો માં સમજાવવું અઘરું છે પણ ત્યાં દીવાલ પર ઉભા રહી ને, લગભગ બે કાર સાથે ચાલી શકે તેટલી પહોળીઅને બંને બાજુ નજર પણ ના આંબે ત્યાં સુધી  લંબાતી દીવાલ જોઈને થયું કે કદાચ “મહાન” જ વધુ યોગ્ય શબ્દ છે.

બાકીના બે દિવસો માં બેઇજીંગ માં ટાઈનામેન સ્ક્વેર, ફોરબીડન સીટી, ટેમ્પલ ઓફ હેવન, સમર પેલેસ, ૨૦૦૮ નું ફેમસ ઓલિમ્પિક સ્ટેડીયમ, અને સિલ્ક માર્કેટ ફર્યા. ચાઈનાના બાકી શહેરો કરતા અહી વધારે લોકો અંગ્રેજી બોલે અને સમજે છે. કોઈ ને પણ રસ્તો પૂછો તો out of way જઈને પણ તમને મદદ કરશે. મેટ્રો ટ્રેઈન નું નેટવર્ક જબરદસ્ત છે. અમે ફક્ત બે અજાણ્યા હોવા છતાં ખુબ જ આરામ થી બધી જગ્યાએ ફરી શક્યા.

Great wall of China

Great wall of China from one of the top pillar

Snow around the great wall

માળું સારુ, આ જગ્યાએ જઈને હવે તો એક નવી “ખ્વાહીશ” જાગી છે, બાકી ની વિશ્વની અજાયબીઓ જોવાની !

Advertisements

Written by IG

માર્ચ 14, 2010 at 9:45 એ એમ (am)

ચાઈના ડાયરીઝ

with 9 comments

અત્યારે હું  ઓફીસ ના કામે ચાઈનાની ૩ મહિનાની સફર પર છું. નાનજીંગ નામના સીટી માં અત્યારે ૨ ડીગ્રી તાપમાન માં પોસ્ટ લખી રહ્યો છું. આમ તો આ ચાઈનાની બીજી મુલાકાત છે, પણ નાનજીંગ શહેર ની મુલાકાત પહેલી વાર છે. સીટી ની મુલાકાત હજી તો ખાસ થઇ નથી, પણ ગયા અઠવાડિયે આવીને અમુક ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા wallmart ગયા હતા ત્યાં ના food department ના અમૂક ફોટા લીધેલા છે, તે અહી મુકું છું. (ચેતવણી: સબળા હદય વાળા એ ખાસ જોવા.) ઘણી બધી સારી વસ્તુઓ પણ જોઈ, પણ આવતી પોસ્ટ માં.

તા.ક. આ સિવાય આજે મેઈલ માં ચેતન ભગત ની HT leadership summit માં આપેલી speech ની લીંક મળી. વાંચવા જેવી છે. અંગ્રેજી માં છે. આ રહી લીંક: http://www.chetanbhagat.com/speeches/speech_1.php

China Diaries:
Currently I am in Nanjing, China for a 3 months on a business trip. (Blogspot is blocked in china, so I have to use my this wordpress account to post in English as well!) Although its my second trip to China, its first to Nanjing city. The temperature here is very low at -2 degrees currently. Expected to go down further in January-February. Not roamed around the city much yet, but here are some photos taken at food store at WallMart!
There are lot of other good things in the city and in Chinese culture, but in China Diaries-2. Soon.
P.S.: Apart from that I got a mail today for a speech by Chetan Bhagat at HT leadership summit. Worth reading. Here is the link. http://www.chetanbhagat.com/speeches/speech_1.php
Man picking crab for parcel
Fish, Sea Snakes

Ducks Skin

Ducks Skin

Frogs
Frogs
*These items are food items. I dont need to eat this as I have Indian food option at hotel!

Written by IG

ડિસેમ્બર 23, 2009 at 8:02 પી એમ(pm)

દિવાળી ની ફોટોગ્રાફી

with 12 comments

ડીજીટલ કેમેરા માં સાવ થોડા ખર્ચે ફોટા પાડવાની સુવિધા મળ્યા પછી મને પણ ફોટોગ્રાફી નો “શોખ” જાગી ઉઠ્યો. એમાં પાછું orkut પર એક ફોટો મુકેલો એમાં લોકો પૂછ્યું “આ કઈ રીતે?”

અને બસ થઇ ગઈ આ પોસ્ટ તૈયાર !

P1050990

કઈ રીતે? આ રીતે:

આ ફોટો બનાવવા માટે તમારે જોઇશે: એક મીણબતી, એક ફૂલઝર, એક કેમેરો અને એક ફોટો પાડનાર માણસ(જો તમારે ફોટા માં રહેવું હોય તો).

સૌ પ્રથમ કેમેરા માં shutter-priority મોડ માં જઈ shutter ની સ્પીડ થોડી ‘ધીમી’ કરી નાખો. ઉપર ના ફોટા માં shutter speed ૧/૪ સેકંડ છે.
હવે ફૂલઝર ને છેડે  થી સળગાવવા ને બદલે વચ્ચે થી સળગાવો. વચ્ચે થી સળગાવતા ફૂલઝર બે ભાગમાં રોશની આપશે અને ફોટા માં ડબલ રીંગ દેખાશે.
હવે ફૂલઝર ના બીજા છેડા ની ધાતુ ને થોડી વાળી નાખો, જેથી ગોળ ગોળ ફેરવવામાં સરળતા રહે.

બસ, ગોળ ગોળ ફેરવો અને કેમેરામેનને કહો કે પાંચ-છ ફોટો ખેંચી લે. સૌથી સરસ સિલેક્ટ કરો અને રાખી દો દિવાળી આલ્બમમાં!

આ દિવાળી વેકેશન માં લીધેલા બીજા થોડા ફોટાઓ.

P1060589

P1060316

P1060292

P1060276

P1050978

P1050933

Written by IG

નવેમ્બર 1, 2009 at 4:38 પી એમ(pm)

વડાલી બ્રધર્સ

leave a comment »

બે અઠવાડિયા પહેલા zee tv પર lil champ નામ નો એક પ્રોગ્રામ જોતા તા. આમ તો હું અને પૂર્વી બહુ ઓછી serials સાથે જોવાનો મેળ પાડી શકીએ છીએ. હવે આ પ્રોગ્રામ માં ૨૯ ઓગસ્ટે મહેમાન હતા, “વડાલી ભાઈઓ”(wadali brothers). અને તેઓએ પ્રોગ્રામ ના અંત માં તેઓનું એક ખુબ ફેમસ ગીત “તું માને યા ના માને દીલ્દારા” ગાઈ સંભળાવ્યુ અને મોજ પડી ગઈ!

youtube પર થી અહી મુકું છું. સુફી સાંભળવાની મજા આવતી હોય તો આ જરૂર ગમશે. wadali brothers વિષે વધારે જાણવું હોય તો : http://en.wikipedia.org/wiki/Wadali_brothers

 તા.ક.: આ વિડીઓ માં ફક્ત ફોટો જ છે. સાચો વિડીઓ નથી!

Written by IG

સપ્ટેમ્બર 15, 2009 at 11:44 પી એમ(pm)

આવા કોઈ સોફ્ટવેર એન્જીનીયર ને ઓળખો છો ?

with one comment

જે કોઈ પ્રોગ્રામ નો કોડ જોઈ ને બોલે કે “આ તો ખુબ સરસ structured કોડ છે. આટલી સરસ રીતે લખેલો છે. ઘડીક માં ડિબગ થઇ જશે.”

થોડાક દિવસો પેલા ક્યાંક વાંચેલું, આજે અચાનક યાદ આવી ગયું 🙂

 

સુધારો : અરે ભાઈ, યાદ આવી ગયું. આ વિનય ખત્રી ના ફન એન જ્ઞાન પર થી વાંચેલું છે. વધુ અહી વાંચો.  ધ્યાન દોરવા બદલ ધન્યવાદ વિનય.

Written by IG

ઓગસ્ટ 26, 2009 at 9:30 પી એમ(pm)

એક ડોક્ટર જેની ફીસ છે ૨ રૂપિયા

with 5 comments

ડોક્ટર રવીન્દ્ર કોહલે, એમ.ડી., છેલ્લા ૨૪ વરસો થી મહારાષ્ટ્ર ના એક પછાત વિસ્તાર માં પછાત લોકો માટે પોતાનું “કલીનીક” ચલાવી રહ્યા છે. પ્રથમ મુલાકાત ની ફીસ છે ૨ રૂપિયા. બીજી મુલાકાત થી ૧ રૂપિયો. 

વધુ વિગત: http://news.rediff.com/slide-show/2009/aug/17/slide-show-1-extraordinary-indians-ravindra-koelhe.htm

 
તેમને ફક્ત “મુઠી” ઊંચેરા માનવી કહેવા યોગ્ય નથી. સેલ્યુટ્સ.

Written by IG

ઓગસ્ટ 18, 2009 at 9:11 એ એમ (am)

પ્રોજેક્ટ ઓયલર – ગણિત ના ખેરખાઓ માટે

with 7 comments

કોયડાઓ ઉકેલવાનો શોખ છે? થોડું ઘણું પ્રોગ્રામિંગ આવડે છે? અટપટા અલગોરિધમ સમજી અને બનાવી શકો છો?

ગણિત માં રસ ધરાવતા લોકો માટે પ્રોજેક્ટ ઓયલર (હા, યુલર નહિ) નામ નો એક પ્રોજેક્ટ છે. સાઈટ પર જવાનું. કોયડો વાંચવાનો. જવાબ સબમિટ કરવાનો બસ. ભારત માં થી ૧૧૨૦ સભ્યો છે. જેમાં સૌથી આગળ છે, બાલાક્રિશ્નન, જેમણે અત્યાર સુધી મુકાયેલ તમામ ૨૫૨ કોયડાઓ સોલ્વ કરેલા છે!

એક કોયડો ઉદાહરણ રૂપે:

આપણને ખબર છે કે ૨ ની ૧૫ ઘાત (2^15 =32768) ૩૨૭૬૮ થાય. હવે આ અંકો નો સરવાળો ૩+૨+૭+૬+૮= ૨૬ થાય.
હવે તમારે “૨” ની ૧૦૦૦ મી ઘાત શોધવાની, તેમાં આવતા બધા અંકો નો સરવાળો શોધવાનો. બસ ફક્ત આટલું જ.

હા, જાતે ગણવું અઘરું છે. કેલ્ક્યુંલેટર પણ ૧૦-૧૨ આંકડા પછી જવાબ આપી દેશે. તમારી પ્રોગ્રામિંગ અને ગણિત ની skill ચકાસવી હોય તો એકવાર અજમાવી જુઓ.

આ રહી લીંક: http://projecteuler.net

વેબસાઈટ પર મુકેલી એક નોંધ: project euler નો સંપર્ક કોયડા ના ઉકેલ માટે ના કરશો, કારણ કે જો તમે ના ઉકેલી શકો તો તમે ના ઉકેલી શકો!

Written by IG

જુલાઇ 25, 2009 at 11:55 પી એમ(pm)