મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

Archive for the ‘Uncategorized’ Category

સવાર સવાર માં

with 3 comments

એવું નો માનતા કે હું નાવાનો ચોર છું. કે મને ચોક્ખાઈ નથી ગમતી. પણ ભલા માણસ, નવેમ્બર મહિના માં, બેંગલોર જેવા સીટી માં સવાર સવાર માં તમે ઠંડુ પાણી રેડી દ્યો એટલે કઈ મજાક ની વાત છે હે ?
જરાક વિચારવું તો જોય ને સામાવાળાનું. આ તો બસ હું કઈ બોલી ના શકું એટલે તમને ગમે ઈ કરવાનું એમ ? દેડકા ને જીવ જાય ને કાગડા ને રમત થાય.
મારે નથી રેવું આયા. મોકલી દ્યો મને પાછો મારે ગામડે , ન્યા હું ભલો ને તળાવ નું પાણી ભલું.હા બાપા હા , આ ફોટા માં છું એજ હું બોલું છું.  હવે મને ને આ બાજુવાળા ને હેઠા ઉતારવા કે ?

Advertisements

Written by IG

નવેમ્બર 26, 2011 at 6:22 પી એમ(pm)

ઘરે પાછા

with 3 comments

ચાઈનામાં ૧૭૯ દિવસ રહ્યા પછી ગયા અઠવાડિયે બેન્ગલૂરૂમાં પરત ફર્યો. પછી ઓફીસમાંથી અઠવાડિયાની રજા લઈને ગુજરાતની ગરમી જોઈ લીધી. આખી સીઝનનો કેરી નો રસ પીવાનો બાકી હતો તે ભાવનગર, મોરબી, ઉપલેટા, તલાળા, અમદાવાદ અને જુનાગઢ ની કેરીઓમાંથી દબાવી દબાવી ને પીધો. જેટલો તડકો આકારો હતો એટલી જ કેરીઓ મીઠી હતી. હવે ઘણું બધું લખવાનું બાકી છે, ઘણી બધી કોમેંટોનો જવાબ આપવાનો બાકી છે, ઘણા બધા બ્લોગની ઘણી બધી પોસ્ટ વાંચવાની બાકી છે. કાલ થી કામે લાગી જવું પડશે.

Written by IG

જૂન 28, 2010 at 10:12 પી એમ(pm)

થોડું (વિ)જ્ઞાન

with 6 comments

આપણે આપણા મગજ નો ફક્ત ૧૦% ઉપયોગ કરી શકીએ છીએ. –ખોટી વાત.
કોણે કીધું ? બોલીવુડ ના મુવી માં ? કોઈ વિજ્ઞાનીકે ? કે પછી મુવી માં કીધું કે વિજ્ઞાનીકો એ કીધું !
આપણું શરીર વરસો ના ફેરફારો પછી ઘડાયેલું છે, કુદરત કાળક્રમે શરીર ને જેની જરૂર ના હોય તે અંગ નાનું કરી નાખે અને શરીર માં થી કાઢી નાખે છે.(નવી પેઢી  હંમેશા વધુ સ્માર્ટ હોવાનું આ પણ એક કારણ, શરીરરૂપે જ નહિ પરંતુ બુદ્ધિરૂપે પણ) તો જો મગજ ની ફક્ત ૧૦% જ જરૂર હોય તો મગજ નું  ૯૦% વધારાનું વજન શરીર ની માથે રાખવાનું કાઈ કારણ ?

ચીન ની દીવાલ ચંદ્ર પર થી પણ જોઈ શકાય છે.  — ખોટી વાત.
ફરી થી…કોણે કીધું? નીલ આર્મસ્ટ્રોંગએ ? કે એની હારે ગ્યા તા ઈ બેમાંથી કોઈ ભાઈયુએ ?
ચાલો બીજી રીતે જોઈએ. કોઈ પણ વસ્તુ દુરથી જોઈ શકાય એ માટે શું જરૂરી છે? વસ્તુ “મોટી” હોવી જોઈએ, “લાંબી” હોવી જરૂરી નથી. અડધા ફૂટનું દોરડું પડ્યું હોય તો ૫૦ ફૂટ થી ય દેખાય, પણ ૫ ફૂટ નો લાંબો દોરો પડ્યો હોય તો પણ ૧૦ ફૂટથી નો દેખાય. (ચાલો મારામારી નહિ, ૧૫ ફૂટથી તો નો જ દેખાય, બસ) બસ તો ચીન ની દીવાલ બહુ લાંબી છે, મોટી નહિ. તો ચંદ્ર પર થી તો દેખાવાનો સવાલ નથી.

ઊંડા અજ્ઞાનેથી પરમ જ્ઞાને તું લઇ જા. જય સાયન્સ ભગવાન!

Written by IG

એપ્રિલ 21, 2010 at 11:35 પી એમ(pm)

કાલનો ખેડૂ_

leave a comment »

Farmer of Morrow

ખાખીજાળિયા(ઉપલેટા નજીક), ગુજરાત. ઓક્ટોબર ૨૦૦૯.

.

Written by IG

એપ્રિલ 5, 2010 at 1:34 પી એમ(pm)

Posted in Uncategorized

પ્રોજેક્ટ ઓયલર – ગણિત ના ખેરખાઓ માટે

with 7 comments

કોયડાઓ ઉકેલવાનો શોખ છે? થોડું ઘણું પ્રોગ્રામિંગ આવડે છે? અટપટા અલગોરિધમ સમજી અને બનાવી શકો છો?

ગણિત માં રસ ધરાવતા લોકો માટે પ્રોજેક્ટ ઓયલર (હા, યુલર નહિ) નામ નો એક પ્રોજેક્ટ છે. સાઈટ પર જવાનું. કોયડો વાંચવાનો. જવાબ સબમિટ કરવાનો બસ. ભારત માં થી ૧૧૨૦ સભ્યો છે. જેમાં સૌથી આગળ છે, બાલાક્રિશ્નન, જેમણે અત્યાર સુધી મુકાયેલ તમામ ૨૫૨ કોયડાઓ સોલ્વ કરેલા છે!

એક કોયડો ઉદાહરણ રૂપે:

આપણને ખબર છે કે ૨ ની ૧૫ ઘાત (2^15 =32768) ૩૨૭૬૮ થાય. હવે આ અંકો નો સરવાળો ૩+૨+૭+૬+૮= ૨૬ થાય.
હવે તમારે “૨” ની ૧૦૦૦ મી ઘાત શોધવાની, તેમાં આવતા બધા અંકો નો સરવાળો શોધવાનો. બસ ફક્ત આટલું જ.

હા, જાતે ગણવું અઘરું છે. કેલ્ક્યુંલેટર પણ ૧૦-૧૨ આંકડા પછી જવાબ આપી દેશે. તમારી પ્રોગ્રામિંગ અને ગણિત ની skill ચકાસવી હોય તો એકવાર અજમાવી જુઓ.

આ રહી લીંક: http://projecteuler.net

વેબસાઈટ પર મુકેલી એક નોંધ: project euler નો સંપર્ક કોયડા ના ઉકેલ માટે ના કરશો, કારણ કે જો તમે ના ઉકેલી શકો તો તમે ના ઉકેલી શકો!

Written by IG

જુલાઇ 25, 2009 at 11:55 પી એમ(pm)

મોટા શબ્દો ના ડર માટે મોટો શબ્દ

with 4 comments

આજે અંગ્રેજી માં એક નવો અને જબરો શબ્દ જાણવા મળ્યો.

hippopotomonstrosesquipedaliophobia = લોકો ને મોટા(લાંબા) શબ્દો નો ડર લાગતો હોય તે ડર(phobia) ને વ્યક્ત કરવા માટે આ શબ્દ વપરાય છે.  પણ આ તો માળું સારું બહુ વધારે પડતો લાંબો શબ્દ બનાવી દીધો.

વધુ વિગત: http://en.wiktionary.org/wiki/hippopotomonstrosesquipedaliophobia

Written by IG

જુલાઇ 8, 2009 at 8:43 પી એમ(pm)

કર્મભૂમિ બેન્ગલુરૂ

with 4 comments

આમ તો બેન્ગલુરૂ માં આવ્યાને સાડા ત્રણ વરસ વીતી ગયા છે. પણ હવે આ ગુજરાતી બ્લોગ માં પણ નિયમિત લખવા માટે કોઈ વિષય ની જરૂર હતી અને કર્મભૂમિ બેન્ગલૂરૂ થી જ શરૂઆત કરવી એના જેવું શુભ શું?
આપણે કશી નવી જગ્યાએ જઈએ ત્યારે આપણા થી તે નવી જગ્યા અને આપણી જગ્યા વચ્ચે સરખામણી થઇ જ જાય છે. તો જોઈએ બેન્ગલૂરૂ માં મને શું જાણવા મળ્યું!

૧) વરસાદ. કોઈ પણ સમયે શરુ થઇ જાય. તમે ઘરે થી નીકળો ત્યારે તડકો હોય અને હજી તો તમે રસ્તા માં અડધે પહોચ્યા હોવ ત્યાં તો વરસાદ શરુ થઇ ગયો હોય. પાછું પંદર વીસ મિનીટ માં તો શાંત પણ પડી જાય. સોફ્ટવેર એન્જીનીર થી ભરાઈ પડેલા બેન્ગલૂરૂ માં છત્રીઓ તો ઓછી જોવા મળે પણ વરસાદથી બચાવે તેવા જેકેટ તો સૌની પાસે હોય જ.

૨) બેન્ગલૂરૂ “ગાર્ડન સીટી” કહેવાય છે એટલે બગીચાઓ તો ઘણા જોવા મળે. પણ મોટા ભાગ ની જગ્યા એ ઘાસ પર બેસવાની મનાયી હોય છે. અને રાત્રે બગીચાઓ બંધ હોય છે, એટલે જમ્યા પછી ચાલવું હોય તો રોડ પર જ ચાલવું પડે.

૩) બેન્ગલૂરૂ માં સીટી બસ માં સ્ત્રીઓ પણ કંડાક્તર હોય છે. બસમાં સ્ત્રીઓ માટે આગળ ના ભાગ માં આરક્ષિત સીટ હોય છે, જો કોઈ પુરુષ બેસી જાય અને કોઈ સ્ત્રી આવે તો ઊભું થવું પડે!

૪) બે પ્રકાર ની દુકાનો બહુ છે: ફળો ના રસની અને દારૂની.

૫)  પરમ્પરાગત કુટુંબો દરરોજ સવારે ઘર ની બહાર સાદી તો સાદી પણ રંગોળી જરૂર કરે છે.

૬) અહી ના લોકો ભેટ સોગાદ કે કોઈ પણ વસ્તુ આપતી વખતે જમણા હાથ નો ઉપયોગ કરે છે અને આપણે પણ કરવો જોઈએ.

૭)  જે નામ “ત” કે “દ” થી પૂરું થતું હોય, તેની પાછળ લોકો “હ” લગાડી દે છે. જેમ કે મારું નામ નવનીથ થાય!

૮) જો તમે બેન્ગલૂરૂ માં પોતાના વાહન થી સફર કરવાના હોય તો આવવા અને જવા ના બંને રસ્તા માલુમ કરી લેવા કેમ કે મોટા ભાગ ના રસ્તાઓ વન-વે છે. જે રસ્તે આગળ જાવ તે રસ્તે પાછું ના અવાય!

Written by IG

જુલાઇ 3, 2009 at 3:18 પી એમ(pm)