મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

થોડું (વિ)જ્ઞાન

with 6 comments

આપણે આપણા મગજ નો ફક્ત ૧૦% ઉપયોગ કરી શકીએ છીએ. –ખોટી વાત.
કોણે કીધું ? બોલીવુડ ના મુવી માં ? કોઈ વિજ્ઞાનીકે ? કે પછી મુવી માં કીધું કે વિજ્ઞાનીકો એ કીધું !
આપણું શરીર વરસો ના ફેરફારો પછી ઘડાયેલું છે, કુદરત કાળક્રમે શરીર ને જેની જરૂર ના હોય તે અંગ નાનું કરી નાખે અને શરીર માં થી કાઢી નાખે છે.(નવી પેઢી  હંમેશા વધુ સ્માર્ટ હોવાનું આ પણ એક કારણ, શરીરરૂપે જ નહિ પરંતુ બુદ્ધિરૂપે પણ) તો જો મગજ ની ફક્ત ૧૦% જ જરૂર હોય તો મગજ નું  ૯૦% વધારાનું વજન શરીર ની માથે રાખવાનું કાઈ કારણ ?

ચીન ની દીવાલ ચંદ્ર પર થી પણ જોઈ શકાય છે.  — ખોટી વાત.
ફરી થી…કોણે કીધું? નીલ આર્મસ્ટ્રોંગએ ? કે એની હારે ગ્યા તા ઈ બેમાંથી કોઈ ભાઈયુએ ?
ચાલો બીજી રીતે જોઈએ. કોઈ પણ વસ્તુ દુરથી જોઈ શકાય એ માટે શું જરૂરી છે? વસ્તુ “મોટી” હોવી જોઈએ, “લાંબી” હોવી જરૂરી નથી. અડધા ફૂટનું દોરડું પડ્યું હોય તો ૫૦ ફૂટ થી ય દેખાય, પણ ૫ ફૂટ નો લાંબો દોરો પડ્યો હોય તો પણ ૧૦ ફૂટથી નો દેખાય. (ચાલો મારામારી નહિ, ૧૫ ફૂટથી તો નો જ દેખાય, બસ) બસ તો ચીન ની દીવાલ બહુ લાંબી છે, મોટી નહિ. તો ચંદ્ર પર થી તો દેખાવાનો સવાલ નથી.

ઊંડા અજ્ઞાનેથી પરમ જ્ઞાને તું લઇ જા. જય સાયન્સ ભગવાન!

Advertisements

Written by IG

એપ્રિલ 21, 2010 at 11:35 પી એમ(pm)

6 Responses

Subscribe to comments with RSS.

 1. Disagreed with yours(or you have heard it from somewhere else) first comment. The talk is not about physical parts of brain, its about the strength available into brain and mind. Normal human utilized very small percentage of the given strength.

  ઊંડા અજ્ઞાનેથી પરમ જ્ઞાને તું લઇ જા. જય સાયન્સ ભગવાન! – Wrong
  To reach “Param Gyan”, you need to leave science(“Vi-Gyan = Vishisht Gyan”) behind because science can understand only things that show logical aspects but world is not only of logical things (except physics) it having illogical parts as well where science cannot reach(i.e. just an example, Woman !!!!! truly random 😉 )

  Mehul

  એપ્રિલ 22, 2010 at 4:32 પી એમ(pm)

 2. ભાઈશ્રી,
  ચાલો ચીન ની દીવાલ નથી દેખાતી.પણ લોકોવાયકા એવી છે કે મહાભારત ના યુદ્ધ પછી બહુ બધા હાથી મરેલા કુરુક્ષેત્ર એટલે મારા બ્લોગ માં નહિ પણ રણમેદાન માં પડ્યા હતા.એનો નિકાલ કરવા બધા હાથી ભીમે ઊંચકી ને આકાશ માં ફેંકી દીધા જે હજુ જમીન પર પાછા આવ્યા નથી.એક એન્જીનીઅર એવું કહેતા હતા કે સ્પેસ માં થી કોઈ વસ્તુ પછી ના આવે,માટે આ વાત સાચી છે.આપનું શું માનવું છે?

  Bhupendrasinh Raol

  એપ્રિલ 23, 2010 at 2:53 એ એમ (am)

  • પાછી તો આવે પણ ખરી – નહીં તો સ્કાયલૅબ કઈ રીતે પડી?
   ઉપગ્રહોનું “પરિભ્રમણ” તે ખરેખર તો સતત પડવાની ઘટના છે.
   ધીમે ધીમે એ ઉપગ્રહની ત્રિજ્યાનો ઘટાડો થતો આવે તો એક સમયે તે પાછો પૃથ્વીના વળાંકથી ઓછી ત્રિજ્યામાં પડે, અર્થાત “પડે”.

   ’પ્રમથ’

   ઓગસ્ટ 31, 2010 at 11:13 પી એમ(pm)

 3. જય સાયન્સ ભગવાન!

 4. લેખ અને પ્રતિભાવો બંને ગમ્યા.

 5. સરસ વાત લખી છે.
  વિજ્ઞાન સફળ થતાં અથ: શ્રી “વૈજ્ઞાનિક વહેમો” ચાલે છે.

  ’પ્રમથ’

  ઓગસ્ટ 31, 2010 at 11:09 પી એમ(pm)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: