મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

ચીન ની મહાન દીવાલ

with 5 comments

A sign board declaring the wall as a wonder of modern world.

ગયા અઠવાડિયે વિશ્વ ની અજાયબીઓમાં થી એક ને જોવા નો મોકો મળ્યો. ત્રણ દિવસ માટે ચાઈનાના પાટનગર

બેઇજીંગ ફરવાનો પ્રોગ્રામ બનાવી લીધો. નાનજીંગ થી રાત્રે ચાઈનાની CRH ટ્રેઈનમાં બેસીને ૧૧૫૩ કિલોમીટરનું અંતર ફક્ત ૮ કલાક માં કાપી ને વહેલી સવારે બેઇજીંગ પહોચી ગયા.

પહેલા જ દિવસે સૌથી પહેલા ચીન ની મહાન દીવાલ જોવાનું નક્કી કર્યું.  બદાલીંગ(Badaling) નામ થી ઓળખાતી જગ્યા પ્રવાસીઓમાં વધુ પ્રસિદ્ધ છે. બેઇજીંગ મેઈન સીટીથી આ જગ્યા લગભગ ૮૦ કિલોમીટર દુર છે. કલાક-સવા કલાક ની બસ સફર પછી ત્યાં પહોચ્યા અને ઉતરીને દુર થી જ પેલા તો દીવાલ જોઈ લીધી.

તાપમાન નો પારો શૂન્ય ની આસપાસ હતો અને ખાસ્સો પવન પણ હતો, છતાં અમારા આશ્ચર્ય વચ્ચે મોટી સંખ્યા માં અમારી જેવા મુલાકાતીઓ હતા.

ચીન ની દીવાલ વિષે મને નાનપણ થી એક સવાલ હતો કે, ચીન ની દીવાલ ને “મહાન દીવાલ” કેમ કહેવાય છે. બહુ લાંબી છે તો “લાંબી દીવાલ” કે “મોટી દીવાલ” કેમ નથી કહેતા, અને મહાન જ શા માટે. કદાચ શબ્દો માં સમજાવવું અઘરું છે પણ ત્યાં દીવાલ પર ઉભા રહી ને, લગભગ બે કાર સાથે ચાલી શકે તેટલી પહોળીઅને બંને બાજુ નજર પણ ના આંબે ત્યાં સુધી  લંબાતી દીવાલ જોઈને થયું કે કદાચ “મહાન” જ વધુ યોગ્ય શબ્દ છે.

બાકીના બે દિવસો માં બેઇજીંગ માં ટાઈનામેન સ્ક્વેર, ફોરબીડન સીટી, ટેમ્પલ ઓફ હેવન, સમર પેલેસ, ૨૦૦૮ નું ફેમસ ઓલિમ્પિક સ્ટેડીયમ, અને સિલ્ક માર્કેટ ફર્યા. ચાઈનાના બાકી શહેરો કરતા અહી વધારે લોકો અંગ્રેજી બોલે અને સમજે છે. કોઈ ને પણ રસ્તો પૂછો તો out of way જઈને પણ તમને મદદ કરશે. મેટ્રો ટ્રેઈન નું નેટવર્ક જબરદસ્ત છે. અમે ફક્ત બે અજાણ્યા હોવા છતાં ખુબ જ આરામ થી બધી જગ્યાએ ફરી શક્યા.

Great wall of China

Great wall of China from one of the top pillar

Snow around the great wall

માળું સારુ, આ જગ્યાએ જઈને હવે તો એક નવી “ખ્વાહીશ” જાગી છે, બાકી ની વિશ્વની અજાયબીઓ જોવાની !

Advertisements

Written by IG

માર્ચ 14, 2010 at 9:45 એ એમ (am)

5 Responses

Subscribe to comments with RSS.

 1. બાકીની અજાયબીઓ જોતા રહો ને ફોટા મુકતા રહો.

  Bhupendrasinh Raol

  માર્ચ 14, 2010 at 10:32 એ એમ (am)

 2. વાહ મજા આવી ગઈ. તમારી શૈલી સરસ છે. અમેરિકા ક્યારે આવો છો?

  સુરેશ

  માર્ચ 15, 2010 at 6:05 પી એમ(pm)

  • સુરેશદાદા રીપ્લાય કરવામાં થોડું મોડું થઇ ગયું છે, સોરી ! અમેરિકા તો ખબર નહિ ક્યારે અવાય, પણ એક વાર ત્યાં ફરવા જવા ની ઈચ્છા તો છે જ. નાત-જાત, અમીર ગરીબ, હિંદુ મુસલમાન ના ભેદભાવ વગર ની દુનિયા કેવી હોય તે જોવું છે. (દાદા કહું તોવાંધો નહિ ને?)

   IG

   માર્ચ 30, 2010 at 9:29 પી એમ(pm)

 3. Great pics! And good info!
  I will suggest you linkification – insert link to related webpage in tags (places, events or references that you mention) in your post!
  Most of the time Wiki, official site and Google News article should do.

  Jwalant Soneji

  માર્ચ 16, 2010 at 8:09 એ એમ (am)

 4. ખૂબ જ ગમ્યું. સારી જાણકારી મળી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: