મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

કર્મભૂમિ બેન્ગલુરૂ

with 4 comments

આમ તો બેન્ગલુરૂ માં આવ્યાને સાડા ત્રણ વરસ વીતી ગયા છે. પણ હવે આ ગુજરાતી બ્લોગ માં પણ નિયમિત લખવા માટે કોઈ વિષય ની જરૂર હતી અને કર્મભૂમિ બેન્ગલૂરૂ થી જ શરૂઆત કરવી એના જેવું શુભ શું?
આપણે કશી નવી જગ્યાએ જઈએ ત્યારે આપણા થી તે નવી જગ્યા અને આપણી જગ્યા વચ્ચે સરખામણી થઇ જ જાય છે. તો જોઈએ બેન્ગલૂરૂ માં મને શું જાણવા મળ્યું!

૧) વરસાદ. કોઈ પણ સમયે શરુ થઇ જાય. તમે ઘરે થી નીકળો ત્યારે તડકો હોય અને હજી તો તમે રસ્તા માં અડધે પહોચ્યા હોવ ત્યાં તો વરસાદ શરુ થઇ ગયો હોય. પાછું પંદર વીસ મિનીટ માં તો શાંત પણ પડી જાય. સોફ્ટવેર એન્જીનીર થી ભરાઈ પડેલા બેન્ગલૂરૂ માં છત્રીઓ તો ઓછી જોવા મળે પણ વરસાદથી બચાવે તેવા જેકેટ તો સૌની પાસે હોય જ.

૨) બેન્ગલૂરૂ “ગાર્ડન સીટી” કહેવાય છે એટલે બગીચાઓ તો ઘણા જોવા મળે. પણ મોટા ભાગ ની જગ્યા એ ઘાસ પર બેસવાની મનાયી હોય છે. અને રાત્રે બગીચાઓ બંધ હોય છે, એટલે જમ્યા પછી ચાલવું હોય તો રોડ પર જ ચાલવું પડે.

૩) બેન્ગલૂરૂ માં સીટી બસ માં સ્ત્રીઓ પણ કંડાક્તર હોય છે. બસમાં સ્ત્રીઓ માટે આગળ ના ભાગ માં આરક્ષિત સીટ હોય છે, જો કોઈ પુરુષ બેસી જાય અને કોઈ સ્ત્રી આવે તો ઊભું થવું પડે!

૪) બે પ્રકાર ની દુકાનો બહુ છે: ફળો ના રસની અને દારૂની.

૫)  પરમ્પરાગત કુટુંબો દરરોજ સવારે ઘર ની બહાર સાદી તો સાદી પણ રંગોળી જરૂર કરે છે.

૬) અહી ના લોકો ભેટ સોગાદ કે કોઈ પણ વસ્તુ આપતી વખતે જમણા હાથ નો ઉપયોગ કરે છે અને આપણે પણ કરવો જોઈએ.

૭)  જે નામ “ત” કે “દ” થી પૂરું થતું હોય, તેની પાછળ લોકો “હ” લગાડી દે છે. જેમ કે મારું નામ નવનીથ થાય!

૮) જો તમે બેન્ગલૂરૂ માં પોતાના વાહન થી સફર કરવાના હોય તો આવવા અને જવા ના બંને રસ્તા માલુમ કરી લેવા કેમ કે મોટા ભાગ ના રસ્તાઓ વન-વે છે. જે રસ્તે આગળ જાવ તે રસ્તે પાછું ના અવાય!

Advertisements

Written by IG

જુલાઇ 3, 2009 at 3:18 પી એમ(pm)

4 Responses

Subscribe to comments with RSS.

 1. બેંગ્લોર માં હું પણ ફરેલો છું.બેસ્ટ સીટી છે.મારા મોટા ભાઈ શ્રી જીતેન્દ્ર રાઓલ લગભગ ત્રીસેક વર્ષ થી ત્યાં રહે છે.એન.એ.એલ માં ડેપ્યુટી ડાયરેક્ટર હતા અને વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા હતા.એમણે લગભગ દરેક મિસાઈલ ના પ્રોજેક્ટ માં કામ કરેલું છે,એલ.સી.એ ના પ્રોજેક્ટ માં પણ કામ કરેલું.નેશનલ એવોર્ડ પણ મળેલો.ત્રણ બુક્સ અને ૧૫૦ રીસર્ચ પેપર પબ્લીશ થયેલા છે,બે અંગ્રેજી કવિતાઓ ની બુક્સ પણ બહાર પડેલી છે.રીટાયર થયા પછી કોઈ કોલેજ માં માનદ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.બેંગ્લોર બહુ સરસ છે.

  Bhupendrasinh Raol

  માર્ચ 14, 2010 at 10:24 એ એમ (am)

  • હા બેંગલોર સારું તો છે જ. મજા આવી જાય તેવું. આપના મોટાભાઈ NAL ના ડેપ્યુટી ડાયરેક્ટર હતા એ જાણી ને ખુબ આનંદ થયો. HAL અને NAL જેવી સંસ્થાઓ હજી પણ દેશનું નામ રોશન કરી રહી છે. બે વરસ પહેલા ખુબ ગાજેલા એરબસ ૩૮૦ ના ઓટોમેટીક દરવાજા નું ડીઝાઇન અને ઉત્પાદન HAL સંભાળે છે.

   IG

   માર્ચ 14, 2010 at 11:04 એ એમ (am)

 2. wish to see photos of bengalooroo city and internal areas and interesting places….MG

  MG Dumasia

  માર્ચ 15, 2010 at 7:17 પી એમ(pm)

  • અત્યારે તો હું ચીન માં છું તો અહી ના ફોટા મુકતો રહીશ અને પાછા ગયા પછી બંગલોરે ના પણ. કોમેન્ટ માટે થેંક યુ 🙂

   IG

   માર્ચ 30, 2010 at 9:30 પી એમ(pm)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: