અધૂરું જ્ઞાન
મારો એક મિત્ર મુંબઈમાં સોફ્ટવેર એન્જીનીઅર છે. સાથે સાથે એ ઉત્સાહી જીવડું આજુબાજુ વાળા ને હિન્દી બોલતા પણ શીખવાડે છે. (ના આવડતું હોય તો)
તેના બ્રેકફાસ્ટ મિત્રોએ એક દિવસ તેના એક ‘શિષ્ય’ ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. હવે બિચારો શિષ્ય એક અઠવાડિયા થી જ હિન્દી શીખતો હતો. અને કોઈ પણ વિષય પર બોલવાનું કહેતા, તેનાથી આવું એક વાક્ય બહાર આવી ગયું.
“दिव्या भारती की ख़ुदकुशी की गयी थी | “
જોકે આ વાત બહુ પહેલાની છે અને હવે કદાચ શિષ્ય પારંગત થઇ ગયો હોય તો કહેવાય નહિ. આશા રાખું કે તેને હજી આ ગુજરાતી બ્લોગ વાંચતા નહિ આવડતું હોય


Hahaha…
tanmayms
August 16, 2010 at 10:37 am
આ વાક્ય બહાર આવી ગયું ત્યારે એ ભાઈ ખરેખર શું બોલવા માગતો હતો, એ જાણવામાં મને રસ પડ્યો છે.
કલ્પેશ ડી. સોની
August 16, 2010 at 1:32 pm
@નવનીત,
એ જોઇને આનંદ થાય છે કે તને હજુ સુધી આ યાદ છે.
@કલ્પેશ,
મિત્રને ખરેખર કહેવું હતું: दिव्या भारती का खून किया गया था|
Jwalant Natvarlal Soneji
August 16, 2010 at 10:14 pm
એમાં એ શિષ્યે ખોટું શું કહ્યું?
’પ્રમથ’
August 31, 2010 at 11:07 pm