મારા ક ખ ગ ઘ …

વિચારો, પ્રસંગો, ગમેલુ, ન ગમેલુ, સાંભળેલુ, ફરેલુ, વાંચેલુ, હસેલુ, શીખેલુ — બધાની ગુજરાતિ ભેળ !

દિવાળી ની ફોટોગ્રાફી

with 10 comments

ડીજીટલ કેમેરા માં સાવ થોડા ખર્ચે ફોટા પાડવાની સુવિધા મળ્યા પછી મને પણ ફોટોગ્રાફી નો “શોખ” જાગી ઉઠ્યો. એમાં પાછું orkut પર એક ફોટો મુકેલો એમાં લોકો પૂછ્યું “આ કઈ રીતે?”

અને બસ થઇ ગઈ આ પોસ્ટ તૈયાર !

P1050990

કઈ રીતે? આ રીતે:

આ ફોટો બનાવવા માટે તમારે જોઇશે: એક મીણબતી, એક ફૂલઝર, એક કેમેરો અને એક ફોટો પાડનાર માણસ(જો તમારે ફોટા માં રહેવું હોય તો).

સૌ પ્રથમ કેમેરા માં shutter-priority મોડ માં જઈ shutter ની સ્પીડ થોડી ‘ધીમી’ કરી નાખો. ઉપર ના ફોટા માં shutter speed ૧/૪ સેકંડ છે.
હવે ફૂલઝર ને છેડે  થી સળગાવવા ને બદલે વચ્ચે થી સળગાવો. વચ્ચે થી સળગાવતા ફૂલઝર બે ભાગમાં રોશની આપશે અને ફોટા માં ડબલ રીંગ દેખાશે.
હવે ફૂલઝર ના બીજા છેડા ની ધાતુ ને થોડી વાળી નાખો, જેથી ગોળ ગોળ ફેરવવામાં સરળતા રહે.

બસ, ગોળ ગોળ ફેરવો અને કેમેરામેનને કહો કે પાંચ-છ ફોટો ખેંચી લે. સૌથી સરસ સિલેક્ટ કરો અને રાખી દો દિવાળી આલ્બમમાં!

આ દિવાળી વેકેશન માં લીધેલા બીજા થોડા ફોટાઓ.

P1060589

P1060316

P1060292

P1060276

P1050978

P1050933

Written by IG

November 1, 2009 at 4:38 pm

વડાલી બ્રધર્સ

leave a comment »

બે અઠવાડિયા પહેલા zee tv પર lil champ નામ નો એક પ્રોગ્રામ જોતા તા. આમ તો હું અને પૂર્વી બહુ ઓછી serials સાથે જોવાનો મેળ પાડી શકીએ છીએ. હવે આ પ્રોગ્રામ માં ૨૯ ઓગસ્ટે મહેમાન હતા, “વડાલી ભાઈઓ”(wadali brothers). અને તેઓએ પ્રોગ્રામ ના અંત માં તેઓનું એક ખુબ ફેમસ ગીત “તું માને યા ના માને દીલ્દારા” ગાઈ સંભળાવ્યુ અને મોજ પડી ગઈ!

youtube પર થી અહી મુકું છું. સુફી સાંભળવાની મજા આવતી હોય તો આ જરૂર ગમશે. wadali brothers વિષે વધારે જાણવું હોય તો : http://en.wikipedia.org/wiki/Wadali_brothers

 તા.ક.: આ વિડીઓ માં ફક્ત ફોટો જ છે. સાચો વિડીઓ નથી!

Written by IG

September 15, 2009 at 11:44 pm

આવા કોઈ સોફ્ટવેર એન્જીનીયર ને ઓળખો છો ?

with one comment

જે કોઈ પ્રોગ્રામ નો કોડ જોઈ ને બોલે કે “આ તો ખુબ સરસ structured કોડ છે. આટલી સરસ રીતે લખેલો છે. ઘડીક માં ડિબગ થઇ જશે.”

થોડાક દિવસો પેલા ક્યાંક વાંચેલું, આજે અચાનક યાદ આવી ગયું :)

 

સુધારો : અરે ભાઈ, યાદ આવી ગયું. આ વિનય ખત્રી ના ફન એન જ્ઞાન પર થી વાંચેલું છે. વધુ અહી વાંચો.  ધ્યાન દોરવા બદલ ધન્યવાદ વિનય.

એક ડોક્ટર જેની ફીસ છે ૨ રૂપિયા

with 5 comments

ડોક્ટર રવીન્દ્ર કોહલે, એમ.ડી., છેલ્લા ૨૪ વરસો થી મહારાષ્ટ્ર ના એક પછાત વિસ્તાર માં પછાત લોકો માટે પોતાનું “કલીનીક” ચલાવી રહ્યા છે. પ્રથમ મુલાકાત ની ફીસ છે ૨ રૂપિયા. બીજી મુલાકાત થી ૧ રૂપિયો. 

વધુ વિગત: http://news.rediff.com/slide-show/2009/aug/17/slide-show-1-extraordinary-indians-ravindra-koelhe.htm

 
તેમને ફક્ત “મુઠી” ઊંચેરા માનવી કહેવા યોગ્ય નથી. સેલ્યુટ્સ.

Written by IG

August 18, 2009 at 9:11 am

પ્રોજેક્ટ ઓયલર – ગણિત ના ખેરખાઓ માટે

with 6 comments

કોયડાઓ ઉકેલવાનો શોખ છે? થોડું ઘણું પ્રોગ્રામિંગ આવડે છે? અટપટા અલગોરિધમ સમજી અને બનાવી શકો છો?

ગણિત માં રસ ધરાવતા લોકો માટે પ્રોજેક્ટ ઓયલર (હા, યુલર નહિ) નામ નો એક પ્રોજેક્ટ છે. સાઈટ પર જવાનું. કોયડો વાંચવાનો. જવાબ સબમિટ કરવાનો બસ. ભારત માં થી ૧૧૨૦ સભ્યો છે. જેમાં સૌથી આગળ છે, બાલાક્રિશ્નન, જેમણે અત્યાર સુધી મુકાયેલ તમામ ૨૫૨ કોયડાઓ સોલ્વ કરેલા છે!

એક કોયડો ઉદાહરણ રૂપે:

આપણને ખબર છે કે ૨ ની ૧૫ ઘાત (2^15 =32768) ૩૨૭૬૮ થાય. હવે આ અંકો નો સરવાળો ૩+૨+૭+૬+૮= ૨૬ થાય.
હવે તમારે “૨” ની ૧૦૦૦ મી ઘાત શોધવાની, તેમાં આવતા બધા અંકો નો સરવાળો શોધવાનો. બસ ફક્ત આટલું જ.

હા, જાતે ગણવું અઘરું છે. કેલ્ક્યુંલેટર પણ ૧૦-૧૨ આંકડા પછી જવાબ આપી દેશે. તમારી પ્રોગ્રામિંગ અને ગણિત ની skill ચકાસવી હોય તો એકવાર અજમાવી જુઓ.

આ રહી લીંક: http://projecteuler.net

વેબસાઈટ પર મુકેલી એક નોંધ: project euler નો સંપર્ક કોયડા ના ઉકેલ માટે ના કરશો, કારણ કે જો તમે ના ઉકેલી શકો તો તમે ના ઉકેલી શકો!

Written by IG

July 25, 2009 at 11:55 pm

મોટા શબ્દો ના ડર માટે મોટો શબ્દ

with 4 comments

આજે અંગ્રેજી માં એક નવો અને જબરો શબ્દ જાણવા મળ્યો.

hippopotomonstrosesquipedaliophobia = લોકો ને મોટા(લાંબા) શબ્દો નો ડર લાગતો હોય તે ડર(phobia) ને વ્યક્ત કરવા માટે આ શબ્દ વપરાય છે.  પણ આ તો માળું સારું બહુ વધારે પડતો લાંબો શબ્દ બનાવી દીધો.

વધુ વિગત: http://en.wiktionary.org/wiki/hippopotomonstrosesquipedaliophobia

Written by IG

July 8, 2009 at 8:43 pm

કર્મભૂમિ બેન્ગલુરૂ

leave a comment »

આમ તો બેન્ગલુરૂ માં આવ્યાને સાડા ત્રણ વરસ વીતી ગયા છે. પણ હવે આ ગુજરાતી બ્લોગ માં પણ નિયમિત લખવા માટે કોઈ વિષય ની જરૂર હતી અને કર્મભૂમિ બેન્ગલૂરૂ થી જ શરૂઆત કરવી એના જેવું શુભ શું?
આપણે કશી નવી જગ્યાએ જઈએ ત્યારે આપણા થી તે નવી જગ્યા અને આપણી જગ્યા વચ્ચે સરખામણી થઇ જ જાય છે. તો જોઈએ બેન્ગલૂરૂ માં મને શું જાણવા મળ્યું!

૧) વરસાદ. કોઈ પણ સમયે શરુ થઇ જાય. તમે ઘરે થી નીકળો ત્યારે તડકો હોય અને હજી તો તમે રસ્તા માં અડધે પહોચ્યા હોવ ત્યાં તો વરસાદ શરુ થઇ ગયો હોય. પાછું પંદર વીસ મિનીટ માં તો શાંત પણ પડી જાય. સોફ્ટવેર એન્જીનીર થી ભરાઈ પડેલા બેન્ગલૂરૂ માં છત્રીઓ તો ઓછી જોવા મળે પણ વરસાદથી બચાવે તેવા જેકેટ તો સૌની પાસે હોય જ.

૨) બેન્ગલૂરૂ “ગાર્ડન સીટી” કહેવાય છે એટલે બગીચાઓ તો ઘણા જોવા મળે. પણ મોટા ભાગ ની જગ્યા એ ઘાસ પર બેસવાની મનાયી હોય છે. અને રાત્રે બગીચાઓ બંધ હોય છે, એટલે જમ્યા પછી ચાલવું હોય તો રોડ પર જ ચાલવું પડે.

૩) બેન્ગલૂરૂ માં સીટી બસ માં સ્ત્રીઓ પણ કંડાક્તર હોય છે. બસમાં સ્ત્રીઓ માટે આગળ ના ભાગ માં આરક્ષિત સીટ હોય છે, જો કોઈ પુરુષ બેસી જાય અને કોઈ સ્ત્રી આવે તો ઊભું થવું પડે!

૪) બે પ્રકાર ની દુકાનો બહુ છે: ફળો ના રસની અને દારૂની.

૫)  પરમ્પરાગત કુટુંબો દરરોજ સવારે ઘર ની બહાર સાદી તો સાદી પણ રંગોળી જરૂર કરે છે.

૬) અહી ના લોકો ભેટ સોગાદ કે કોઈ પણ વસ્તુ આપતી વખતે જમણા હાથ નો ઉપયોગ કરે છે અને આપણે પણ કરવો જોઈએ.

૭)  જે નામ “ત” કે “દ” થી પૂરું થતું હોય, તેની પાછળ લોકો “હ” લગાડી દે છે. જેમ કે મારું નામ નવનીથ થાય!

૮) જો તમે બેન્ગલૂરૂ માં પોતાના વાહન થી સફર કરવાના હોય તો આવવા અને જવા ના બંને રસ્તા માલુમ કરી લેવા કેમ કે મોટા ભાગ ના રસ્તાઓ વન-વે છે. જે રસ્તે આગળ જાવ તે રસ્તે પાછું ના અવાય!

Written by IG

July 3, 2009 at 3:18 pm

આવું કેમ!

leave a comment »

આપણે શા માટે રીમોટ ના બટન જોરથી દબાવીએ છીએ જયારે, આપણને ખબર હોય છે કે બેટરી બદલાવવી પડે તેમ છે?

ટારઝન ને દાઢી કેમ નથી હોતી? એકદમ ક્લીન શેવ્ડ!

એવું શા માટે કે સુપરમેન બંદુક ની ગોળીઓ ને પોતાની છાતી થી રોકી શકે પણ જો વિલન બંદુકનો જ ઘા કરે તો સુપરમેન બચવા માટે નમી જાય?

 જો મનુષ્ય વાંદરામાં થી આવ્યા હોય તો અત્યારે વાંદરાઓ કેમ છે?

 લોકો હંમેશા ફ્રીજ પાસે વારંવાર એવી આશા સાથે કેમ જાય છે કે તેમણે છેલ્લે જોયું હશે એ પછી જાતે જ ફ્રીજ માં કશુક આવી ગયું હશે?

 આપણે સાસુ વહુ ના જોક તો બહુ સંભાળીએ પણ સસરા-જમાઈ ના જોક કેમ નથી સંભાળવા મળતા?

આવું કેમ!

Written by IG

July 2, 2009 at 4:59 pm

ચશ્માં દાન

leave a comment »

થોડા સમય પહેલા, મારી સાથે કામ કરતા એક બહેનને “આંખો નુ દાન” કરવાની ઇચ્છા થઇ. હુ તેમને એક આંખની હોસ્પિટલમા લઈ ગયો. ત્યા જઈને તપાસ કરતા માલુમ પડ્યુ કે પહેલા ફક્ત ફોર્મ ભરીને આપવાનુ હતુ અને પછી એ લોકો આપણો કોન્ટેકટ કરે. 

મારી સાથેના બહેને ફોર્મ ભરવાનુ શરુ કર્યુ.

 નર્સે મને પૂછ્યુ, “તમે પણ ફોર્મ ભરશો?”

 મને પુછવાનુ મન થયુ કે “મારે મારી આંખોનુ દાન કરવુ હોય તો ચશ્માનુ દાન પણ કરવુ પડે!?”

Written by IG

May 20, 2009 at 3:19 pm

એક અઘરો ટુચકો !

leave a comment »

એક વખત એક જીવવિજ્ઞાની, એક ભૌતિકવિજ્ઞાની અને એક ગણિતશાસ્ત્રી એક ચાની દૂકાને બેઠા હતા અને સામે રહેલા એક મકાનમાંથી આવતા-જતા લોકોને નિરખી રહ્યા હતા. સૌપ્રથમ બે માણસો મકાનમા દાખલ થયા.

થોડો સમય પસાર થયો.
હવે મકાનમાથી ત્રણ માણસો બહાર આવ્યા.
આ જોઇને ભૌતિકવિજ્ઞાની બોલ્યો, “આપણા માપ-તોલ મા કઈક ભૂલ છે.”
જીવવિજ્ઞાની બોલ્યો, “તેઓ જરુર વંશવ્રુધ્ધિ પામ્યા હશે.”
અને ગણિતશાસ્ત્રી બોલ્યો, “જો હવે એક માણસ આ મકાનમા દાખલ થશે, તો મકાન ખાલી થઇ જશે.”

નોંધઃ- ટુચકો પુરો.
સોર્સઃ- એક ફોરવર્ડ મેઇલ!

Written by IG

March 18, 2009 at 2:10 pm